વિવાદોથી વિશ્વકપ ખરડાયો

વિશ્વ કપના રોમાંચક બનેલા ફાઈનલ મુકાબલામાં સુપર ઓવર દરમ્યાન એક રનવાળા વિવાદે આખું પરિણામ છેલ્લી ઘડીએ બદલી નાખ્યું. 2019નો વિશ્વ ક્રિકેટ મહાસંગ્રામ આવા વિવિધ વિવાદોનો સાક્ષી બન્યો. - કમોસમી હવામાન :? વિશ્વ કપ 2019ની ચાર મેચો વરસાદમાં ધોવાઈ. બ્રિસ્ટોલમાં પાક-શ્રીલંકાની પહેલી મેચ એક દડો પણ રમ્યા વિના ધોવાઈ. બાંગલાદેશ-શ્રીલંકા વચ્ચેની તેમજ દ. આફ્રિકા-વેસ્ટ ઈંડિઝની મેચ પણ વરસાદથી ધોવાઈ, એ જ રીતે પહેલી સેમિફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચને વરસાદનું વિઘ્ન નડયું. -ભારતની ખેલદિલી પૂર્વ પાક ખેલાડીઓના નિશાને : `અંતિમ ચાર'માં પહોંચવાના પાકિસ્તાની પ્રયાસ પર અસર કરનાર ઈંગ્લેન્ડ સામેની મેચ દરમ્યાન પૂર્વ પાક ખેલાડી વકાર યુનુસે ભારતીય ટીમની ખેલદિલીની ટીકા કરી હતી. -ધોનીના ગ્લોવ્સનો વિવાદ :? દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સૈન્યના ચિહ્ન સાથે માનદ્ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીના ગ્લોવ્સે વિવાદ સર્જ્યો હતો. આઈસીસીએ ધોનીને આ ગ્લોવ્સ પહેરવાની છૂટ આપવાની ભારતીય ક્રિકેટ બોર્ડની અપીલ ફગાવી દીધી હતી. -અમ્પાયર સામે ગેલ મેદાને :? ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં મિચેલ સ્ટાર્કની ઓવરમાં અમ્પાયરે બે વાર આઉટ આપ્યા બાદ ક્રિસ ગેલે બન્ને વખત રિવ્યૂ માગ્યા. પરંતુ ત્રીજી વખત સ્ટાર્કના અન્ય દડામાં આઉટ થયો ત્યારે ગેલના નસીબે સાથ ન આપ્યો. -હોલ્ડિંગ દ્વારા અમ્પાયરિંગની ટીકા :? પૂર્વ વિન્ડિઝ ક્રિકેટર માઈકલ હોલ્ડિંગે ફ્રી હીટ હોઈ શકત તેવા નો બોલ પર ગેલને આઉટ આપવાના અમ્પાયરના નિર્ણયને `અત્યાચારી' ગણાવ્યો હતો. -ઝિંગ બેઈલ્સ અંગે ફિંચ, કોહલીની ફરિયાદ વિશ્વકપ દરમ્યાન એવા અનેક બનાવ બન્યા જ્યારે દડો સ્ટમ્પને વાગ્યા પછી પણ બેઈલ્સ (ચકલી) પડયા નહીં. ડેવિડ વોર્નર, ડિકોક, ક્રિસ ગેલના કિસ્સામાં આવું બન્યું હતું. વિરાટ કોહલીએ અને એરોન ફિંચે અવાજ ઉઠાવતાં આ તો બોલરો સાથે અન્યાય કહેવાય તેવી ફરિયાદ કરી હતી. -અફ્ઘાન ક્રિકેટ બોર્ડ પર શહજાદનો આક્ષેપ અફ્ઘાનિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ શહજાદને ઘૂંટણમાં ઈજાનું કારણ આપી ટૂર્નામેન્ટમાંથી બાકાત રખાતાં અફ્ઘાન ક્રિકેટ બોર્ડ પર આક્ષેપ સાથે તેણે કહ્યું હતું કે, મારી ઈજા એવી નહોતી કે સાજા થવામાં 2-3 મહિનાનો સમય લાગે. - શ્રીલંકાનો આઈસીસીને સવાલ : શ્રીલંકાના મેનેજર અશાંથા ડી મેલે આઈસીસી સમક્ષ તેમની મેચો માટે તૈયાર કરાયેલી `અયોગ્ય' પીચો અંગે ફરિયાદ કરી હતી. તેમણે સિંહાલી ટીમ માટે રહેવાની તેમજ તાલીમની સુવિધાઓની નબળી સ્થિતિ અંગે પણ ફરિયાદ કરી હતી. જો કે, આઈસીસીએ આવા આક્ષેપો નકારી કાઢ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer