દિવ્યાંગ ક્ષેત્રની સેવા બદલ નવચેતન અંધજન મંડળના મહામંત્રીને એવોર્ડ

દિવ્યાંગ ક્ષેત્રની સેવા બદલ નવચેતન અંધજન મંડળના મહામંત્રીને એવોર્ડ
માધાપર (તા.ભુજ), તા. 15 : નવચેતન અંધજન મંડળના મહામંત્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ `ધરતી રત્ન' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તા.13/7ના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ શાહિબાગ અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીના હસ્તે શ્રી પ્રજાપતિને તેમની દિવ્યાંગ ક્ષેત્રેની પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આશીર્વાદ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં લાલજીભાઈ સાથે અન્ય દશ વ્યક્તિઓને પણ આ પારિતોષિક એનાયત કરાયા હતા. પુરસ્કારમાં રૂા. 1100/-નો ચેક, સન્માનપત્ર તથા સાલથી શ્રી પ્રજાપતિનું સન્માન કરાયું હતું, જેમાંથી રોકડ રકમ પુરસ્કાર શ્રી પ્રજાપતિએ સેવા કાર્યો માટે ફાઉન્ડેશનને અર્પણ કરી સેવા યજ્ઞમાં સહયોગી બનવાની તત્પરતા બતાવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દામજીભાઈ એલ. શાહ (એન્કરવાલા), ઉપપ્રમુખ હીરાલાલ ચાવલા, સહમંત્રી હિમાંશુ સોમપુરા, ખજાનચી ઝીણાભાઈ દબાસિયા, સ્થાનિક સમિતના સભ્ય ગોરધનભાઈ પટેલ,ચીફ કો-ઓર્ડિનેટર દીપક પ્રસાદે લાલજીભાઈને અભિનંદન આપ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer