વિલિયમસનના હાસ્યમાં દર્દ અને આંખોમાં નિરાશાની પૂરી કહાની

વિલિયમસનના હાસ્યમાં દર્દ અને આંખોમાં નિરાશાની પૂરી કહાની
લંડન, તા. 1પ : ફાઇનલની હાર બાદ દિલ જીતનાર ન્યૂઝીલેન્ડના લડાયક કેપ્ટન કેન વિલિયમસન માટે એ સ્વીકારવું મુશ્કેલ છે કે તેની ટીમ ચોગ્ગા-છગ્ગાની સંખ્યાના આધારે વિશ્વ કપથી વંચિત રહી, પણ સજ્જનોની આ રમતના સૌથી સજ્જન ખેલાડીને આની કોઇ ફરિયાદ નથી. જો કે તેના હાસ્યમાં દર્દ દેખાય છે અને આંખમાં નિરાશાની પૂરી કહાની નજરે પડે છે. તે હસે કે નારાજ હોય, પણ તે મેચ બાદ સંયમિત નજરે પડયો. મેચ બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિલિયમસને જણાવ્યું કે હસીએ કે રડીએ, એ તમારો ફેંસલો છે. મને કોઇ ગુસ્સો નથી નિરાશા જરૂર છે જે હવે મહેસૂસ કરું છું. કેટલીક વસ્તુઓ આપણા વશમાં નથી હોતી. મેચ બાદની પત્રકાર પરિષદમાં વિલિયમસનને વધુ બાઉન્ડ્રીથી વિજેતાના નિયમ વિશે સવાલ થયો હતો. ત્યારે તેણે કહ્યંy મેં કયારે પણ વિચાર્યું ન હતું કે આવા સવાલનો જવાબ મારે આપવો પડશે. આ સ્વીકારવું મુશ્કેલ છે. કારણ કે બન્ને ટીમે આ પળ માટે ઘણી મહેનત કરી હતી. બે પ્રયાસ બાદ પણ વિજેતા નક્કી થઇ શકયો નહીં. એ પછી જે પણ નક્કી થયું એ કોઇપણ ટીમ ઇચ્છશે નહીં. જો કે તેણે આઇસીસીના નિયમ પર કોઇ સવાલ કરવાનો ઇન્કાર કરી દીધો. તેણે કહ્યંy હા એ નિયમ છે અને ટૂર્નામેન્ટની શરૂઆતથી છે. કોઇને ખબર કયાં હતી કે આ નિયમથી વિજેતા નક્કી થશે. આ મેચ શાનદાર હતો તેની મજા લો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer