એચજેડી ઇન્સ્ટિટયૂટના માસ્ટર ઇજનેરીના વિદ્યાર્થી ટોપ 10માં

એચજેડી ઇન્સ્ટિટયૂટના માસ્ટર  ઇજનેરીના વિદ્યાર્થી ટોપ 10માં
ભુજ, તા. 15 : તાલુકાનાં કેરા ગામે આવેલી એચજેડી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓએ જીટીયુમાં ટોપ 10માં ડંકો વગાડયો છે. સ્વ. કાનજી કરસન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ કોલેજના સિવિલ વિભાગના નરેન્દ્રકુમાર ખીમાભાઇ પ્રજાપતિએ એમ.ઇ. સ્ટ્રકચરલ એન્જિ.માં સીપીઆઇ 8.83 સાથે યુનિવર્સિટીમાં સમગ્ર ગુજરાતમાં પાંચમું સ્થાન કિરન લાલજીભાઇ વાઘજિયાણીએ સીપીઆઇ 8.76 સાથે આઠમું સ્થાન અને શ્રુતિ ભરતભાઇ શાહે સીપીઆઇ 8.66 સાથે દશમું સ્થાન મેળવ્યું હતું. ઇલેકટ્રીકલ વિભાગના ઠક્કર ખુશાલી પ્રમોદભાઇએ એમ.ઇ. ઇલેકટ્રીકલ એન્જિ.માં સીપીઆઇ 8.74 સાથે પાંચમું સ્થાન, મિકેનિકલ વિભાગના કલ્યાણ ગૃશા ઉપેન્દ્રભાઇએ એમ.ઇ. કેડ/કેમમાં સીપીઆઇ 8.90 સાથે અગિયારમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર કોલેજના ડિગ્રી એન્જિનીયરિંગમાં કોમ્પ્યુટર વિભાગ (97.80 ટકા), મિકેનિકલ વિભાગ (95.41 ટકા), ઇલેકટ્રીકલ વિભાગ (89.23 ટકા) અને સિવિલ વિભાગ (88.65 ટકા) સાથે પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા છે, સાથેસાથે કોલેજના ડિપ્લોમા એન્જિનીયરિંગમાં ઇલેકટ્રીકલ વિભાગનો 100 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે. આ પરિણામ બદલ વિદ્યાર્થીઓ અને વિભાગને સંસ્થાના ચેરમેન જગદીશ હાલાઇ, વ્યવસ્થાપક હિરેન વ્યાસ, પ્રિન્સિપાલ ડો. કલ્પના માહેશ્વરી, ઇન્સ્ટિટયૂટ કો-ઓર્ડિનેટર રસીલા હીરાણી અને કોલેજના સ્ટાફે બિરદાવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer