સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ પર ભાર મુકાયો

લુણી (તા. મુંદરા) તા. 15 : અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા લુણંગધામ ખાતે નિર્માણ પામનારા અતિથિ ભવનનું ખાતમુહૂર્ત તથા ટ્રસ્ટના છાત્રાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ જી. પિંગોલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વિધિ વણજારા લાલજીભાઈ મારાજ તથા પૂજારી માતંગ મગનભાઈએ સંપન્ન કરાવી હતી. અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય બાદ છાત્રાલયના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી લોકોની દાદ મેળવી હતી. અગ્રણીઓ દ્વારા બાળકોને ઈનામો અપાયાં હતાં. વક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. મુખ્ય દાતા ડુંગરશી અરજણભાઈ મારૂ (જૈન) પરિવારનો ટ્રસ્ટ દ્વારા આભાર મનાયો હતો. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી, રામજીભાઈ ધેડા, દામજીભાઈ ડોરૂ (ગાંધીધામ), જિલ્લા પંચાયત સદસ્ય સલીમભાઈ જત, માનબાઈ દનિચા, મુંદરા તા.પં. વિપક્ષી નેતા મીઠુભાઈ મહેશ્વરી, નારાણભાઈ સોંધરા, લુણી સરપંચ અલીમામદ ગાધ, નાના કપાયા પૂર્વ સરપંચ શામજીભાઈ સોધમ, ગાંધીધામ નગરપાલિકા સદસ્ય જે.પી. મહેશ્વરી વિ. મંચસ્થ રહ્યા હતા. કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ધુઆ, મહામંત્રી સંજયભાઈ કેનિયા (એડવોકેટ), અગ્રણીઓ સુરેશભાઈ સોધમ, નવીનભાઈ હેંગણા, ઈશ્વરભાઈ રોશિયા, મંગલભાઈ ફમા, કરસન દનિચા, મનજીભાઈ ડોરૂ, અર્જુનભાઈ દાફડા, ભીમશીભાઈ બળિયા, અશોકભાઈ ઘેલા વિ. ઉપસ્થિત રહ્યા હતા. આયોજન-વ્યવસ્થા નવીનભાઇ ફફલ, ભચુભાઇ પિંગોલ, નારાણભાઇ બળિયા, મંગલભાઇ ખાખલા, માલશીંભાઇ દનિચા, ધર્મેન્દ્ર ગરવા, સુરેશ ફફલ, ભીમજીભાઇ મકવાણા, અશોકભાઇ ગડણ, ગોવિંદભાઇ સીંચ વિ.એ સંભાળી હતી. સંચાલન મહામંત્રી લાલજીભાઇ ફફલે કર્યું હતું.