ગાંધીધામમાં રેલવે એન્જિન ચાલકોએ કરી ભૂખ હડતાળ

ગાંધીધામમાં રેલવે એન્જિન  ચાલકોએ કરી ભૂખ હડતાળ
ગાંધીધામ, તા. 15 : રેલવેના ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસીએશનની જુદી-જુદી પડતર માંગણીના મુદ્દે ટ્રેન ડ્રાઈવરોએ 24 કલાકની ભૂખ હડતાળ કરી હતી જેમાં ગાંધીધામના 450 જેટલા કર્મચારીઓ જોડાયા હતા લોકો રનિંગ એસો.એ માઈલેજ ભથ્થામાં સુધારો કરી આરએસી1980 સિદ્ધાંત મુજબ નિર્ધારિત કરવા, 1/1/2016ની પહેલા અને પછી નિવૃત થયેલા રનિંગ કર્મચારીઓની વેતન નિર્ધારણમાં વિસંગતા, રેલવેનું ખાનગીકરણ બંધ કરવા સહિતના મુદ્દે ગાજિયાબાદમાં મળેલી સીડબલ્યૂસી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ટેનચાલકોએ ભૂખ્યા રહીને ટેન ચલાવી હતી. તેમજ ગાંધીધામ મુખ્યાલયના કર્મચારીઓ રેલવે સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કરી ભૂખ હડતાળમાં જોડાયા હતા. કાર્યક્રમમાં બાલકિશન એલ, સુમન કુમાર, અનીશ કુમાર, મુનીરામ મીના, રાજેશ આર, નરસિંહ ચપરાની, એમ.આઈ અંસારી, સહિતનો રનિંગ સ્ટાફ જોડાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer