પૂર્વ કચ્છમાં પાંચ હજા રના શરાબ સાથે બેની અટક

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના ખારા પસવારિયા ગામમાંથી પોલીસે રૂા. 2800ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. બીજી બાજુ ભચાઉમાં એક શખ્સને રૂા. 1750ના દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ખારા પસવારિયામાં કોળીવાસમાં રહેતા નારાણ ઉમર કોળીના મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. આ શખ્સના મકાનમાંથી રૂા. 2800ની 8 બોટલ દારૂ કબ્જે કરવામાં આવી હતી. આ શખ્સની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ભચાઉના રેલવે ફાટક પાસે મીંદિયાવડના ગોદામ નજીક બાવળની ઝાડીમાંથી રૂા. 1750ની પાંચ બોટલ શરાબ હસ્તગત કરાયો હતો. અહીંથી રાજેશ મકનજી વાઘેલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer