ભુજમાં સિદ્ધપુરિયા બારશાખ રાજપૂત સમાજનો 11મો સરસ્વતી સન્માન યોજાયો

ભુજ, તા. 13 : અહીં સિદ્ધપુરિયા બારશાખ રાજપૂત સમાજ તથા યુવક મંડળ દ્વારા તાજેતરમાં 11મો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમે રંગત જમાવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી રહ્યા હતા. આ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં સોપાનથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સમાજની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની બાળકો પાસે તૈયારી કરાવી હતી. જેમાં પોયમ, વેશભૂષા, સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, તલવારબાજી જેવા કાર્યક્રમોએ રંગત જમાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ અશોકભાઇ મકવાણા, સાથી હોદ્દેદારો તથા યુવક મંડળના પ્રમુખ નિશાંતભાઇ ચૂડાસમા, હોદ્દેદારો, સમાજના કાર્યકરો સહયોગી બન્યા હતા. સમાજના દાતાનો પણ સિંહફાળો રહ્યો હોવાથી તેઓનો આભાર મનાયો હતો.