ભુજનાં ઢોરી ગામમાં પત્તાં ટીચતા ચાર શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 15 : ભુજ તાલુકાનાં ઢોરી ગામમાં જાહેરમાં પત્તાં ટીચતા ચાર શખ્સોને દબોચી લઇ પોલીસે રોકડ રૂા. 11,150 જપ્ત કર્યા હતા. ઢોરી ગામમાં જાહેરમાં પત્તાં ટીચી પોતાનું નસીબ અજમાવતા ગામના મુબારક હાજી સમેજા, હીરાલાલ દેવકરણ મેરિયા, ભીમજી દયારામ કાપડી અને સુમરાસરના દામજી રાણા ગાગલની પોલીસે ધરપકડ કરી હતી. ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,150 હસ્તગત કરવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer