માતાના મઢમાં પાર્કિંગ અને વોક-વેના કામનું ખાતમુહૂર્ત

માતાના મઢમાં પાર્કિંગ અને વોક-વેના કામનું ખાતમુહૂર્ત
માતાના મઢ (તા. લખપત) તા. 26 : યાત્રાધામ માતાના મઢ ખાતેના બજાર ચોકથી ચાચરા કુંડ સુધી વોક-વે અને પાર્કિંગના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. અંદાજે રૂા. 13 લાખનું આ કામ ગુજરાત પ્રવાસન વિભાગ બચત ગ્રાન્ટમાંથી ટેન્ડર પાસ કરાયું છે. આ પહેલાં પ્રવાસનના 45 લાખના જે કામ મંજૂર થયા હતા તેમાં 13 લાખ જેટલી બચત થતાં આ વોક-વેમાં ફરીથી ટેન્ડરિંગ કરી વાપરવામાં આવશે એવું આર. એન્ડ. બી.ના રાજભાઈ પંચાલે જણાવ્યું હતું. માર્ગ-મકાન વિભાગની દેખરેખ હેઠળ આ કામ કરવામાં આવશે તેમજ ઓમ કન્સ્ટ્રકશન પાનધ્રોને આ કામનું ટેન્ડર પાસ થયું છે. આ વોક-વે મા.મઢના બજાર ચોકથી ચાચરા કુંડ સુધી બનાવવામાં આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મા. મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ કાનજીભાઈ ગોરડિયા, લખપત તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન બુધ્ધાભાઈ મહેશ્વરી, માજી સરપંચ મંગલસિંહ સોઢા, થાવરભાઈ, અરવિંદભાઈ શાહ, હાજી રમજુ લંઘા, કાસમભાઈ કુંભાર, ઈબ્રાહીમ કુંભાર સહિતના લોકો જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer