`હાણે ઢગેં જો વખત નાંય''

`હાણે ઢગેં જો વખત નાંય''
રમેશ ગઢવી દ્વારા - કાઠડા (તા. માંડવી), તા. 26 : આજે આધુનિકતામાં આપણી સંસ્કૃતિ લુપ્ત થવાના આરે પહોંચી છે, ત્યારે ખેતી અને વાહનવ્યવહાર તરીકે એક દિવસ જે મુખ્ય સાધન બળદ  ગાડાનો ઉપયોગ થતો તે હવે ફોટો ફ્રેમ અને મોટી હોટલો તથા પ્રવાસ સ્થળે શોપીસ તરીકે રખાય છે. અને આવનારી પેઢી માટે તે માત્ર જાણે તસવીરમાં દેખાશે તે સમય હવે બહુ દૂર નથી. તહેવારો આવતા જ મેળા-મલાખડા શરૂ થઈ જાય અને તેમા વિવિધ હરીફાઈઓમાં બળદગાડાની દોડ મુખ્ય આકર્ષણ હોય, ધાર્મિક પ્રસંગો કે લગ્ન પ્રસંગે વરરાજાની જાન પણ બળદગાડાની કતારોમાં નિકળતી હતી. હવે ગણ્યા-ગાંઠયા પ્રસંગે આવા દૃશ્યો જોવા મળે છે. હજારોની કિંમતમાં વેંચાતી બળદની જોડી માટે હવે કોઈ લેવાલ નથી તેવું બળદના શોખીનો પાસેથી જાણવા મળ્યું છ. એક સમય ગ્રામ્યક્ષેત્રે ખેતી માટે ઘરોઘર બે બળદની જોડી હતી ત્યારે આ બળદના સ્થાને ખેતીમાં ટ્રેકટર જેવા સાધનો એ લઈ લીધું છે તો બીજી તરફ અવનવી શોધો અને મોબાઈલ ઈન્ટરનેટ અને ઝડપી યુગમાં બળદની જોડી ને કોઈ સંભાળવા તૈયાર નથી. આ અંગે કાઠડાના બળદ શોખીનો અરજણ પબુ કાનાણી, પ્રકાશપુરી ગોસ્વામી, જાદવભાઈ ગીલવા વગેરે સાથે એક મેળા પ્રસંગે વાત કરતા જણાવ્યું હતું કે, મોંઘારતના જમાનામાં બળદના પાલન માટે પણ મુશ્કેલી છે. શોખ આય તડે રખી વઠા અઈયું ભા, નકા હાણે ઢગેં જો જમાનો નાય, પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને છેલ્લા આ દાયકામાં ઈન્ટરનેટ સાથે મોટું પરિવર્તન આવ્યું છે. ત્યારે આવનારી પેઢી આ બળદોને સ્વીકારવા તૈયાર નહી રહે તેવું જણાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer