કચ્છી ચિત્રકારની કૃતિ `રબારી'' દક્ષિણ આફ્રિકામાં પ્રદર્શિત થશે

કચ્છી ચિત્રકારની કૃતિ `રબારી'' દક્ષિણ આફ્રિકામાં પ્રદર્શિત થશે
ભુજ, તા. 26 : દક્ષિણ આફ્રિકામાં પહેલું આંતરરાષ્ટ્રીય વોટર મીડિયા ફેસ્ટિવલ `કલર્સ ઓફ?ધ રેઇન્બોનેશન'નું આયોજન ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ સાઉથ આફ્રિકા દ્વારા કેપ્ટાઉન ખાતે થઇ રહ્યું છે જેમાં ભુજના ચિત્રકાર લાલજીભાઇ નથુભાઇ જોશીની ચિત્રકૃતિ `રબારી' પસંદગી પામી છે. ચિત્રકૃતિઓ ઓનલાઇન મોકલવાની હતી તેથી 24મી જૂને પરિણામ જાહેર થતાં વિશ્વમાંથી 151 પસંદ કરાઇ તેમાંથી 15 ભારતની કૃતિ પૈકી ગુજરાતની એકમાત્ર શ્રી જોશીની કૃતિ પસંદ થતાં કચ્છ માટે ગૌરવની વાત છે. આ ચિત્ર તા. 3/9ના પ્રદર્શિત કરાશે અને એવોર્ડ વિતરણ થશે. તા. 4થી 10/9 આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે લાઇવ પેઇન્ટિંગ થશે. તા. 10 અને તા. 11/9ના આંતરરાષ્ટ્રીય કલાકારો વચ્ચે નિદર્શન કરી માહિતી આપશે. તા. 16ના પ્રદર્શન પૂર્ણ થશે તેવું શ્રી જોશીએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer