રવાપરના મુખ્ય તળાવના ખાણેત્રા સહિતની ત્રિદિવસીય કાર્યવાહી પૂર્ણ

રવાપરના મુખ્ય તળાવના ખાણેત્રા સહિતની ત્રિદિવસીય કાર્યવાહી પૂર્ણ
રવાપર (તા. નખત્રાણા), તા. 26 : આ ગામે હાઇવે ઉપર આવેલા ગ્રામીણ મુખ્ય તળાવના રિનોવેશનની વ્યાપક રજૂઆતના પગલે સતત ત્રણ દિવસથી રિનોવેશનની કામગીરી અંદાજિત 1 લાખ આસપાસના ખર્ચે કરાઇ હતી. ગ્રા.પં. પરિવારની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી સહયોગ આપ્યો હતો.સરપંચ પુષ્પાબેન રૂપારેલ સમક્ષ ગ્રામજનોની રજૂઆતના પગલે વરસાદી માહોલ પૂર્વે મુખ્ય ગ્રામીણ તળાવનું ખાણેત્રું, સફાઇ અને રિનોવેશન માટે સતત ત્રણ દિવસ જેસીબી મશીનો,  ટ્રેકટર સહિત આઇવાની મદદથી સફાઇ કરાઇ હતી. જેનો અંદાજિત 1 લાખ આસપાસનો ખર્ચ હાલે ગ્રા.પં. પરિવારે કર્યો હતો.ગ્રામજનો ત્રિકમભાઇ જોશી, શામજીભાઇ લોચા, રમધાનભાઇ કુંભાર સહિતે ટ્રેકટર વગેરે આપ્યા હતા. હરિલાલ વાસાણીએ   છેલ્લા દિવસે પોતાના ટ્રેકટરનો સહયોગ આપ્યો હતો. ગ્રા.પં. પરિવારના ઉપસરપંચ મહેશભાઇ વાસાણી અને ગ્રા.પં. સભ્યો વેલુભા ગોહિલ, ત્રિકમ જોશી, પરેશ રૂપારેલ, નવીનભાઇ ગઢવી, વિનોદભાઇ સોની, એભલા ભજીર, હાજી અદ્રેમાન કુંભાર, જેઠાલાલ  જાદવ સહિત પ્રવીણભાઇ વાળંદ, ગણેશ મંડપ પ્રમુખ વિનોદ અનમ, દિનેશ સોની, તા.પં. વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer