ગાંધીધામ તા.પં.ની સામાન્ય સભા તોફાની બની

ગાંધીધામ તા.પં.ની સામાન્ય સભા તોફાની બની
ગાંધીધામ, તા. 26 : અહીંની તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તોફાની બની હતી. શરૂઆતમાં ચૂંટાયેલા સભ્યો અને પૂર્વ સભ્ય વચ્ચે ચકમક ઝરી હતી. બાદમાં અંતરજાળની સોસાયટીઓના લોકો અંદર ધસી આવીને ગટર-પાણી મુદ્દે રજૂઆત કરી હતી. તો આજે કોંગ્રેસે પણ બાંયો ચડાવીને રજૂઆતોનો મારો કર્યો હતો, જેમાં ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિઓ જવાબ આપતા હોવાનો ગણગણાટ પણ થયો હતો. અહીંની તાલુકા પંચાયની સામાન્ય સભામાં શરૂઆતથી જ ગરમાવો આવ્યો હતો. આ બેઠકમાં પૂર્વ સભ્ય આવતાં અને બેસવાની પરવાનગી માગતાં માત્ર?અપેક્ષિત હોય તે જ બેસી શકે તેવો સીધો જવાબ આપવામાં આવ્યો હતો. જેનાં પગલે અન્ય ચૂંટાયેલા સભ્યોમાં રોષ?દેખાયો હતો. આવામાં મહિલા સભ્યોના પતિ અંદર જ બેઠા હતા. આ બેઠક અગાઉ?મળેલી બેઠકોની કાર્યવાહીને બહાલી તેનું અમલીકરણ કરવા, ઓડિટ આવક?ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તેવામાં અંતરજાળની જલારામ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પીવાનું પાણી ન આવતું હોવાની રજૂઆત સાથે લોકો અંદર ધસી આવ્યા હતા. લાખ?રૂપિયા પાણી પાછળ ખર્ચો કરી નાખ્યો હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું અને અમારું કામ હવે ન થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ પ્રશ્ન અંગે તત્કાલીન ધારાસભ્ય, ગ્રામસભામાં ટી.ડી.ઓ.ને અગાઉ અનેક વખત લેખિત ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનો નિવેડો આવતો નથી. હાલમાં આ વિસ્તારમાં પેટા ચૂંટણી હોવાથી અને આચારસંહિતા હોવાથી થોડા સમયમાં કામ થઇ જવાની ખાતરી પ્રમુખ ગીતાબેન મ્યાત્રાએ આપી હતી. ત્યારે 10 વર્ષથી કેટલીય ચૂંટણીઓ આવી અને ગઇ પરંતુ અમારું કામ થતું નથી તેવી હૈયાવરાળ મહિલાઓએ કાઢી હતી અને હવે લેખિતમાં બાંહેધરી આપવાની માંગ કરી હતી ત્યારે તમે પહેલી વખત સામાન્ય સભામાં રજૂઆત કરી છે, તમારો પ્રશ્ન હવે હલ થઇ?જશે તેવો જવાબ મળતાં તાલુકાના લોકોએ સામાન્ય સભામાં કરે તો જ પ્રશ્ન હલ?થશે તેવો પ્રશ્ન ચર્ચાયો હતો. કોંગ્રેસના સભ્યોએ તાલુકામાં શિક્ષકોની ઘટ, જાતિના આવકના દાખલા કઢાવવા માટે લોકોને થતી પીડા, પીવાનું પાણી વગેરે અંગે રજૂઆત કરી હતી. એક તબક્કે સત્તાપક્ષના લોકોએ પીવાનાં પાણીની સમસ્યા હોવાનો એકરાર કર્યો હતો. આ બેઠકમાં પ્રમુખ ગીતાબેન, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ, ટી.ડી.ઓ. રમેશભાઇ?વ્યાસ, સભ્યો વગેરે હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિઓ જવાબ આપતા હોવાનો ગણગણાટ અંદરોઅંદર થયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer