આદિપુરમાં ત્રણ દિવસથી મૃત પશુનો દેહ નહીં ઉપાડાતાં નાગરિકો ત્રસ્ત

આદિપુરમાં ત્રણ દિવસથી મૃત પશુનો દેહ નહીં ઉપાડાતાં નાગરિકો ત્રસ્ત
ગાંધીધામ, તા. 26 : કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારતની ગુલબાંગો વચ્ચે જોડિયા શહેર આદિપુરમાં જીડીએની કચેરી પાસેનાં નાળામાંથી આંખલાનો મૃતદેહ પાલિકા દ્વારા ન ઉપાડાતાં  છેલ્લાં ત્રણ દિવસથી આ વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી છે.આ અંગે સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો. આદિપુરની 35વાળીના  પાછળનાં મુખ્ય નાળામાં કોઈ  કારણોસર 3 દિવસ અગાઉ અંાખલાનું મોત થયું હતું. આ મૃતદેહને ઉપાડવા માટે સુધરાઈ  દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.   પાલિકાના  આ વલણને કારણે આજુ-બાજુ અનેક  વિસ્તારમાં  ફેલાયેલી  દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તેમજ જીડીએ કચેરીમાં આવતા  અરજદારોને આ સમસ્યાનો સામાનો કરવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. આ નાળામાં  હોટલ સંચાલકો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે જેને આરોગવા  આવતા  પશુઓ અહીં ફસાઈ જાય છે અને  અહીંથી  બહાર નીકળી શકતા નથી. આ અગાઉ પણ અત્રે  પશુઓનાં મોત થયા છે તેવી ફરિયાદ લોકોએ કરી હતી. ગાંધીધામ સંકુલમાં  સફાઈ અભિયાન નામે ખર્ચાતા કરોડો રૂપિયા બાદ પણ નિર્માણ થતી  આ મુશ્કેલી મુદે નાગરિકોમાં  નારાજગી પ્રસરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer