અંજારમાં વરસામેડી નાકે ફાટક પહોળું થતાં રોજિંદી ટ્રાફિક સમસ્યા હળવી બનશે

અંજારમાં વરસામેડી નાકે ફાટક પહોળું થતાં રોજિંદી ટ્રાફિક સમસ્યા હળવી બનશે
ગાંધીધામ, તા. 26 : અંજારમાં ચોતરફ વકરતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં વરસામેડી નાકા પાસે આવેલું ફાટક પહોળું કરવામાં આવતા અત્રે સર્જાતી ટ્રાફિક સમસ્યામાં હળવી બનશે. અંજારના પ્રવેશદ્વાર  કહી શકાય એવા વરસામેડી નાકા  પાસે આવેલા રેલવે ફાટક ઉપર  સર્જાતી ટ્રાફિક સમસ્યા જાણે રોજિંદી બની  છે. અત્રે રેલવેનું ફાટક નાનું હોવાને કારણે દરરોજ  વાહનોની લાંબી-લાંબી કતાર લાગતી હતી અને  વાહનચાલકેના સમયનો વ્યય થતો હતો. આ મુદ્દે અંજારની વેપારી અગ્રણી સંસ્થા અંજાર કોમર્સ એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલે  વખતો-વખત રાજ્યસરકાર અને સંબંધિત તંત્રો સમક્ષ રજૂઆત કરી હતી જેને પરિણામે  હાલાકી  દૂર થઈ હોવાનું કહી કાઉન્સિલના પ્રમુખ શિરીષભાઈ હરિયાએ  તંત્રના આ કાર્યને આવકાયુઁ્ હતું આગામી દિવસોમાં  તંત્ર દ્વારા આ રેલવે ફાટક પાસેનો  રસ્તો પણ પહોળો કરી  વચ્ચે ડિવાઈડર  મુકાવામાં આવે તો  આડેધડ ઘૂસતા વાહનો પર  અંકુશ આવી શકે અને ટાફિક સમસ્યાનો પ્રશ્ન ઉકેલાઈ શકે એમ છે તેવું   લોકોએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer