ગાંધીધામમાં ઈફ્કોના સાંસ્કૃતિક ઉત્સવની પૂર્ણાહુતિ : શ્રેષ્ઠ કૃતિઓ પુન : રજૂ થઈ

ગાંધીધામમાં ઈફ્કોના સાંસ્કૃતિક ઉત્સવની પૂર્ણાહુતિ : શ્રેષ્ઠ કૃતિઓ પુન : રજૂ થઈ
ગાંધીધામ, તા. 26 : પૂર્ણ સહકારી સંસ્થા ઈફ્કો દ્વારા કંડલા એકમના યજમાન પદે આયોજિત 10મા આંતર એકમ સાંસ્કૃતિક  મહોત્સવનો દબદબાભેર સમાપન કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં વિવિધ એકમની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ થઈ હતી. આઠ-દિવસીય ઉત્સવના સમાપન કાર્યક્રમમાં પારાદીપ એકમે ગણેશવંદના, સૂર્ય સ્તુતિ, દિલ્હીની મુખ્ય કચેરી અને માર્કેટિંગ એકમે ગણેશ-વાસુદેવ વંદના સાથે ત્રણ કૃતિ, આંવલા એકમે એકાંકી સંગીત આમીર ખુશરોની રચના, કુચીપુડી-ભરતનાટ્ટયમ શાત્રીય નૃત્ય, ફુલપુર એકમે સમૂહનૃત્ય (ઓડીશા મંગલાચરણ) અને સમૂહ લોકગીત, કલોલ એકમે યુગલ ગીત, રાજસ્થાની સમૂહ લોકનૃત્ય (કાલબેલિયા) તેમજ યજમાન કંડલા એકમે સુરત અગ્નિકાંડ  આધારિત આગ-મન લઘુનાટિકા અને ગુજરાતી  રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં  અતિથિ પદે ઈફકોના પ્રબંધ નિર્દેશક ડો. ઉદયશંકર અવસ્થી તથા શ્રીમતી  રેખા અવસ્થી  હાજર રહ્યા હતા. તેમનુ કંડલા એકમના  વડા પી.વી.નારાયણ અને શ્રીમીતી લક્ષ્મી નારાયણ, વરિષ્ઠ મહાપ્રબંધક સાથે વરિષ્ઠ અધિકારીઓ, યુનિયન એસોસીએશનના પદાધિકારીઓ દ્વારા ભારતીય પરંપરા અનુસાર ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ઈફકોના કલોલ, કંડલા, ફુલપુર, આંવલા, પારાદીપ મુખ્ય કચેરી અને માર્કેટિંગ એકમથી  આવેલા કલાકારો, સંયોજકો અતિથી, અધિકારીઓ, કર્મચારી સંઘ અને ઓફિસર એસોસીએશનના કાર્યકારિણી પદાધિકારીઓ  સહિતના  હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer