આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટોચના સ્થાને

લંડન,તા 26: અત્યાર સુધી ખેલાયેલા તમામ વિશ્વકપ મુકાબલા જીતનાર ટીમ ઈન્ડિયાના પ્રભાવશાળી પ્રદર્શનથી ભારતીય ક્રિકેટરસિકોમાં ઉત્સાહ છે, ત્યારે ભારત માટે એક સારા સમાચારમાં ભારતીય ટીમ આઈસીસી વન-ડે ક્રિકેટ રેંકિંગમાં ટોચના સ્થાન પર પહોંચી ગઈ છે. ભારત વન-ડેની સાથોસાથ ટેસ્ટમાં પણ ટોચે છે.  ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે માત્ર એક પોઈન્ટનું અંતર છે. ભારત 123 અંક સાથે પ્રથમ સ્થાને છે, તો વિશ્વકપની ગૃહ ટીમ 122 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.  વર્લ્ડ કપમાં ત્રણ મેચ હારી જતાં ઈંગ્લેન્ડને વન-ડે રેંકિંગમાં ટોચનું સ્થાન ગુમાવી દેવું પડયું છે અને બીજા સ્થાન પર આવી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વિશ્વકપમાં અત્યાર સુધી ચાર મેચ જીતી છે.  એક મેચ વરસાદમાં ધોવાઈ હતી. આવતી કાલે ગુરુવારે ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે જીતી સેમિફાઈનલમાં દાવેદારી મજબૂત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer