રાપરની યુવતીનું અપહરણ કરી ગુજારાયો બળાત્કાર

ગાંધીધામ, તા.26 : રાપર નગરમાં એક યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી તેની પાસેથી કોરા કાગળમાં સહી લઈ લેવાતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. રાપરના પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ નગરના ખોડિયાર મંદિર નજીક ગત તા. 12-6ના બન્યો હતો. રાપરના જ પાબુધાર વિસ્તારનો શાહરૂખ રહિમ સોઢા નામના ઈસમે એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને બાદમાં તેને સ્કોર્પિયો ગાડીમાં આ યુવતીનું અપહરણ કરીને તેને ટગા ગામે લઈ ગયો હતો. જયાં ઈસમે યુવતીની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.  બાદમાં આ શાહરૂખ તેનો કુટુંબી મામા એવો હારૂન અયુબ હિંગોરજા (રહે. આડેસર) અને  શાહરૂખનો બનેવી યુનુસ હિંગોરજા (રહે. ટગા) આ ત્રણેય શખ્સોએ યુવતીને ગાડીમાં બેસાડી તેને અમદાવાદ લઈ ગયા હતા. જયાં આ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી કોરા કાગળમાં સહી લઈ લેવામાં આવી હતી. અપહરણ અને બળાત્કારના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા બનાવથી લોકોમાં ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer