મીઠીરોહર જી.આઇ.ડી.સી.માં સરકારી ફરજમાં રુકાવટ બદલ ચાર સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 26 : તાલુકાના મીઠીરોહર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેર હેતુનો પ્લોટ ખાલી કરાવવા ગયેલા સરકારી કર્મીઓને ધમકી આપી ફરજમાં રુકાવટ કરતાં ચાર ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભુજ જી.આઇ.ડી.સી.ની કચેરીમાં મીઠીરોહર જી.આઇ.ડી.સી. એસો.એ ફરિયાદ કરી હતી, જેના આધારે ભુજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડના અધિકારીઓ આજે કાર્યવાહી કરવા મીઠીરોહર આવ્યા હતા. આ અધિકારીઓ, કર્મચારીઓ જી.આઇ.ડી.સી.ના પ્લોટ?નંબર 317 પાસે આવ્યા હતા અને આ જાહેર હેતુનો પ્લોટ?ખાલી કરવા હનીફ?ઇબ્રાહીમ સંઘાર અને હસણ સિદિક સોઢાને પ્લોટ ખાલી કરવા જણાવ્યું હતું. દરમ્યાન, આ બંને તથા અન્ય બે અજાણ્યા ઇસમોએ સરકારી અધિકારીઓને ધાક-ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરકારી ફરજમાં રુકાવટ કરવા બદલ આ ઇસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer