ભુજમાં આંકડાનું બાટિંગ લેતા બુકિને પોલીસે ઝડપી પાડયો

ભુજ, તા. 26 : શહેરમાં સ્થાનિક એ-ડિવિઝન પોલીસે સોનીવાડ વિસ્તારમાં સુમરાડેલી પાસેની સીફા ગલી ખાતે દરોડો પાડીને સાજિદ સલીમ સમેજા નામના બુકિને આંકડાનું બાટિંગ લેતા ઝડપી પાડયો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી અનુસાર આજે બપોરે 12.45 વાગ્યાના સુમારે થયેલી આ કાર્યવાહીમાં સેજવાળા માતામ પઠાણ ફળિયામાં રહેતા આરોપી સાજિદ પાસેથી રૂા. 750 રોકડા અને સાહિત્ય કબ્જે કરાયું હતું. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રાસિંહ પથુજીએ તેની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer