આદિપુર પોલીસ પાસેથી કોર્ટે અહેવાલ માગ્યો

ગાંધીધામ, તા. 26 : શહેરના લીલાશાહનગર વિસ્તારમાં થયેલી લૂંટના પ્રકરણમાં ખોટી રીતે એક સગીરને ઉપાડી જઈ તેને માર મારવાના બનાવમાં ન્યાયાલયે પોલીસ પાસેથી અહેવાલ માગ્યો છે. લીલાશાહનગર લૂંટ પ્રકરણમાં એલસીબીએ આદિપુરના એક સગીરને ઉપાડી જઈ તેને માર માર્યો હતો. આ બનાવમાં સગીર વિદ્યાર્થીને ખોટી રીતે ફસાવી તેને માર મારવા અંગે ન્યાયાલયમાં પૂર્વ કચ્છના પોલીસવડા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. સગીરને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સરકારી તબીબે આ બનાવની જાણ આદિપુર પોલીસને કરી હતી. દરમ્યાન આદિપુર પોલીસે આ જાણકારી બાદ કોઈ કાર્યવાહી કરી હતી કે કેમ તેનો રિપોર્ટ ન્યાયાલયે માગ્યો હોવાનું ધારાશાત્રી દિલીપ જોષીએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer