ભુજમાં પોલીસ દ્વારા બેવડું ધોરણ અપનાવવાનો આરોપ

ભુજ, તા. 26 : ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ દ્વારા એક જ કિસ્સામાં બેવડું ધોરણ અપનાવાતું હોવાનો આક્ષેપ કરી આ મામલે ન્યાય ન મળે તો આગામી તા. 2/7થી ગાંધી ચીંધ્યા માર્ગે જવાની તૈયારી બતાવાઇ છે. શહેરમાં મચ્છીયારા ફળિયામાં રહેતા શહેનાઝ મામદ કેવરે જિલ્લા પોલીસ અધીક્ષક સમક્ષ આ લેખિત ફરિયાદ-અરજી કરી હતી. તેમના જણાવ્યા મુજબ તેમના દ્વારા અપાયેલી ફરિયાદના કેસમાં જવાબદારો સામે કોઇ જ કાર્યવાહી ન થતાં તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યારે તેમના પરિવારની મહિલાઓની તુરત અટક કરી લેવા સહિતના પગલાં પોલીસ દ્વારા ભરાયાં છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer