ખારેકના ઉત્પાદનને વેગ આપવા સબસિડી અને ખર્ચની રકમ વધારો

અંજાર, તા. 26 : ટીસ્યુ કલ્ચર ખારેકના ઉત્પાદનને વેગ આપવા સબસિડી અને ખર્ચની રકમ વધારવાની કચ્છ ડેટ ગ્રોવર્સ એસો.ના મંત્રી વિક્રમસિંહ એમ. જાડેજાએ રાજ્ય મંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઇ આહીર પાસે માંગ કરી હતી. મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ટીસ્યુ કલ્ચર ખારેકની 10 વર્ષ પહેલાં કિંમત રૂા. 2500 હતી તેના 50 ટકા એટલે રૂા. 1250 સહાય અપાય છે. હાલે કિંમત 3500થી ચાર હજાર છે તેના 50 ટકા પ્રમાણે રૂા. 1750થી 2000 કરી આપવા ઉપરાંત પહેલાં ખેતીકામના હેકટરે રૂા. 30 હજાર હતા તે 20 હજાર કરી નાખ્યા છે તો ફરી 30 હજાર કરી આપવા સાથે વાવેતર વિસ્તારની એક એકરની મર્યાદા વધારી બે એકર કરી આપવા માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer