રવિવારે ભુજ અને માનકૂવામાં નિ:શુલ્ક એલોપેથિક આયુર્વેદ કેમ્પ

ભુજ, તા. 26 : સ્વામિનારાયણ ગુરુકુળ છારોડી અને હોલિસ્ટિક હોસ્પિટલ અમદાવાદ દ્વારા આગામી રવિવારે તા. 30ના ભુજમાં એલોપથી અને માનકૂવા ખાતે આયુવેર્દિક નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરાયું છે. આ અંતર્ગત ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે સવારે 10થી 1 દરમ્યાન સાંધા, હાડકા, મણકાના દુ:ખાવા, શ્વાસ ચઢવો, છાતીમાં દુ:ખાવો સહિતના રોગોનું ડો. દર્શન ઠક્કર અને ડો. કે. કે. ગોયલ દ્વારા નિદાન કરાશે. વધુ વિગતો માટે (02832) 230033 અથવા મો. 6353875730નો સંપર્ક કરવો.બીજી તરફ માનકૂવા ખાતે મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સવારે 9થી 12 દરમ્યાન આયુવેર્દિક કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરાયું છે, જેમાં પંચકર્મ થેરાપીમાં શિરોધારા, જ્ઞારસૂત્ર, વમન, વિરેચન, અગ્નિકર્મ, મુખલેખન, ગર્ભસંસ્કાર સહિતની સારવાર અપાશે. વધુ વિગતો માટે (02832) 275215 તથા મો. 94293 65215નો સંપર્ક કરવો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer