શનિવારે ભુજમાં ગુમાસ્તાધારામાં સુધારા તથા કાયદાઓ અંગે કાનૂની જાગૃતિ શિબિર

ભુજ, તા. 26 : આગામી શનિવારે તા. 29ના ભુજ નગરપાલિકા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા અદાલતના સંયુક્ત ઉપક્રમે સુધરાઈના મધ્યસ્થ હોલ ખાતે ગુમાસ્તાધારા (શોપ એસ્ટાબ્લિશમેન્ટ)માં આવેલા સુધારા તેમજ અન્ય કાયદાઓ અંગે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરાયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ તથા એડિ. સિનિ. સિવિલ જજ બી.એન. પટેલ તથા સુધરાઈના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાતના અધ્યક્ષસ્થાને આયોજિત આ જાગૃતિ શિબિરમાં પેનલ એડવોકેટ મલ્હાર દર્શક બૂચ દ્વારા સદર કાયદાઓ પર વક્તવ્ય અપાશે. જેમાં ઉપસ્થિત રહેવા ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓને ઈજન અપાયું છે. આ શિબિરમાં સુધરાઈ અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામભાઈ ગઢવી તથા કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા ઉપસ્થિત રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer