ભુજમાં મહાવીર ખીચડીઘર આયોજિત 13મા મેડિકલ કેમ્પમાં 175 દર્દીનું નિદાન

ભુજમાં મહાવીર ખીચડીઘર આયોજિત 13મા મેડિકલ કેમ્પમાં 175 દર્દીનું નિદાન
ભુજ, તા. 23 : શહેરની ઓરિયેન્ટ કોલોની ખાતે આવેલી સેવાભાવી સંસ્થા મહાવીર ખીચડીઘર દ્વારા 13મો મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 175 જેટલા હૃદયરોગ, સાંધાના વા, પેટના તથા આંતરડાના રોગોના દર્દીઓનું નિદાન કરી માર્ગદર્શન અપાયું હતું. વર્ધમાન જૈન બોર્ડિંગના હોલમાં યોજાયેલા કેમ્પનું દીપ પ્રાગટય મુકેશભાઇ?ઝવેરી, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ?માંકડ, સંસ્થાની શરૂઆત કરનારા સ્વરૂપચંદભાઇ મહેતા, રમણીકલાલભાઇ?પટવા તથા ડોક્ટરોના હસ્તે કરાયું હતું. કેમ્પના દાતા મુકેશભાઇનું સન્માન દિનશભાઇ મહેતાએ તથા અન્ય અતિથિઓનું સન્માન અશોકભાઇ લોદરિયા, નીતિનભાઇ?મહેતા, નયનભાઇ પટવા, રસિકભાઇ?સંઘવી, રજનીભાઇ ભણસારી, વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજના પ્રમુખ ?વિનોદભાઇ મહેતા, જીતુભાઇ કાકરેચા, ધીરજભાઇ મહેતાએ કર્યું હતું. સંસ્થાના કાર્યકર નયનભાઇએ જણાવ્યું હતું કે, અમદાવાદના હૃદયરોગના નિષ્ણાત તબીબ ધવલભાઇ દોશી, સાંધાના રોગ-સંધિવા માટે નિકુંજભાઇ દઢાણિયા તેમજ પેટના રોગ, વાયુ આંતરડાના રોગ માટે ડો. અભિનવ જૈને સેવા આપી હતી. જરૂરતમંદ દર્દીઓને આગળ નિ:શુલ્ક સારવાર માટે અમદાવાદની ગોઠવણ?કરી અપાશે, તેવું સંસ્થા દ્વારા જણાવાયું હતું. ડોક્ટરનો પરિચય તેમજ કેમ્પને લગતી માહિતી સંસ્થાના ડો. જાનકીબેન ઠક્કરે આપી હતી. કાર્યકરો અમિત પટવા, જય પટવા, નીરવ મહેતા, હિરેન મહેતા, અક્ષય ભણસારી, રિતેશ?સંઘવીએ સેવા આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer