ભુજ રોટરી કલબને વિવિધ કામગીરી બદલ જુદા જુદા 10 એવોર્ડ અપાયા

ભુજ રોટરી કલબને વિવિધ કામગીરી બદલ જુદા જુદા 10 એવોર્ડ અપાયા
ભુજ, તા. 23 : તાજેતરમાં ભુજની રોટરી ક્લબને તેની કામગીરીને બિરદાવતાં જુદી-જુદી કેટેગરીના સાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. રોટરી ડિસ્ટ્રિક્ટ 3054ના વર્ષ આખરના `આભાર` કાર્યક્રમમાં જયપુર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં  વિવિધ સ્પર્ધાત્મક એવોર્ડની થયેલી જાહેરાતમાં આ ક્લબને દસ એવોર્ડ મળ્યા, જેમાં બેસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પર્સન ફ્રોમ ડિસ્ટ્રિક્ટ ભરતભાઇ ધોળકિયા, બેસ્ટ સેક્રેટરી ડો. ઊર્મિલ હાથી, ડિસ્ટ્રિક્ટ સાઇટેસન એવોર્ડ, બેસ્ટ ડિસ્ટ્રિક્ટ સેમિનાર એરેન્જર, બેસ્ટ રોટરેક્ટ કલબ, બેસ્ટ ચાઈલ્ડ એક્ટિવિટી, બેસ્ટ સ્પોર્ટર મોહનભાઇ શાહ, બેસ્ટ ઇન્સપાયરેશન પર્સન તરીકે જયેશ શાહ,બેસ્ટ ગાઈડ મોહનભાઇ શાહ અને ભરતભાઇ ધોળકિયાના એવોર્ડનો સમાવેશ થાય છે.  આ સંબંધી વધુ વિગતો આપતાં કલબ પ્રમુખ પ્રફુલ્લ ઠકકરે જણાવ્યું હતું કે, સેવાકીય ક્ષેત્રે અવ્વલ રહેતી આ કલબે ચાલુ વર્ષ દરમ્યાન 78 જેટલા પ્રોજેકટ કર્યા હતા, જેમાં શિક્ષણના કાર્યો અને યુવા માનસના કાર્યક્રમોને સવિશેષ પ્રાધાન્ય  અપાયું હતું. રોટરીની આગવી ઓળખાણ `પોલિયો' અને `ટીચ' લેવલે પણ કલબ દ્વારા ધ્યાનાકર્ષક કામગીરી હાથ પર લેવાયેલી હતી. વર્ષ દરમ્યાન ક્લબને સહયોગી બનેલા કલબ  સભ્યો પ્રત્યે આભાર પ્રદર્શિત કરતાં રોટરી મંત્રી ડો. ઊર્મિલ હાથીએ આ વર્ષે સરકારી તંત્રોના સહયોગનો ઉલ્લેખ કરી, જનભાગીદારીથી થયેલા કાર્યો  સવિશેષ સફળ રહ્યા હોવાનું જણાવી, વહીવટી તંત્રનો ઋણ સ્વીકાર કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer