અમન-શાંતિ માટે જાત ઘસી નાખનારા શ્યામાપ્રસાદજી ક્યારેય નહીં ભુલાય

અમન-શાંતિ માટે જાત ઘસી નાખનારા શ્યામાપ્રસાદજી ક્યારેય નહીં ભુલાય
ભુજ, તા. 23 : ભારતીય જનસંઘના પાયાની શીલા સમાન સદૈવ પ્રેરણાસ્રોત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના શહાદતદિને આજે ભુજ શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે આપેલા બલિદાનમાંથી પ્રેરણા લઇ તેમણે આલેખેલા કર્તવ્ય પથ પર ચાલવાના સંકલ્પ સાથે હૃદયાંજલિ અર્પણ કરી હતી. ડો. શ્યામાપ્રસાદજીના જીવન ચરિત્રને વાગોળતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, જનસંઘ સહિત સમગ્ર રાષ્ટ્ર માટે એક અદ્વિતીય અતુલ્ય વ્યક્તિત્વ હતા. કાશ્મીરની ઘાટીઓમાં અમન અને?શાંતિ માટે જાત ઘસી નાખનારા ડો. મુખર્જીને આ દેશ ક્યારેય નહીં ભૂલી શકે. ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઇ સોમપુરાએ તેમને અંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, શ્યામાપ્રસાદજીએ અંકુરિત કરેલા રાષ્ટ્રસેવાના વિચારબીજનું ભાજપના કાર્યકરો હરહંમેશ જતન અને ચિંતન કરતા રહેશે. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા, ઉપાધ્યક્ષ ડો. રામભાઇ ગઢવી, કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઇ?ગઢવી, ભુજ શહેર ભાજપ મહામંત્રી અનિલભાઇ છત્રાળા, ઘનશ્યામભાઇ?સી. ઠક્કર, ભુજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ?મંદાબેન પટ્ટણી, ભુજ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા, તેવું જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer