કલોલ અને પારાદીપ એકમના કલાકારો છવાયા

કલોલ અને પારાદીપ એકમના કલાકારો છવાયા
ગાંધીધામ, તા. 23 : આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઈફકો દ્વારા કંડલા એકમના યજમાન પદે આયોજિત 1મા આંતર એકમ સાંસ્કૃતિક ઉત્સવમાં રવિવારે પારાદીપ એકમના કલાકારો છવાયા હતા. જ્યારે શનિવારે કલોલ એકમના કલાકારોએ વિવિધ કૃતિઓનું મંચન કર્યું હતું. પારાદીપ એકમના સંયોજક આર.કે.પાંડેની  ટીમના કલાકારોએ સમૂહગાન, ગણેશ વંદના, સમૂહ નૃત્ય, સૂર્ય સ્તુતિ, યુગલ ગીત `રીમ ઝીમ સાવન બરસે', યુગલ નૃત્ય પલ્લવી, યુગલ ગીત તેરીયા તુ જાને, સમૂહ નૃત્ય વંદે માતરમ્, સ્કિટ ડ્રામા `સોન કા કલશ' વગેરે પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોની દાદ મેળવી હતી. આજે ટેકિનકલ વિભાગના ડાયરેક્ટર  કે.એલ. સિંઘ, આઈ.ટી. વિભાગના ડાયરેક્ટર એમ. આર. પટેલ, શ્રીમતી પટેલ, સિકયોરિટી અને વહીવટી વિભાગના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર બ્રિગેડિયર સુરેન્દ્રકુમાર, પારાદીપ યુનિટના વડા કે.જે. પટેલ, ઈફકો પારાદીપ યુનિયનના અધ્યક્ષ સુબેન્દ્ર મોજી, એસોસીએશનના અધ્યક્ષ મંગલ મુર્તિ, મહામંત્રી શુભાશિષ મિશ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. દરમ્યાન શનિવારે કલોલ યુનિટના સંયોજક મુકુલ કુલશ્રેષ્ઠની ટીમે વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી. સાંજે બે કલાક કરતા પણ વધુ સમય સુધી યોજાયેલા આ ઉત્સવમાં આજે પ્રભુ વંદના , બધાઈ, બુદેલ ખંડ નૃત્ય, લૂર હરિયાણા નૃત્ય, રાજસ્થાન નૃત્ય, શાત્રીય નૃત્ય, નાટક `મુક્તિધામ', ચેરવ નૃત્ય મિઝોરમ, યુગલ ગીત, ડોલુ કુનિથા નૃત્ય કર્ણાટક, લઘુ નાટિકા, શિવ સ્તોત્રોમ સહિતની મનોહર કૃતિઓનું મંચન કરી પ્રેક્ષકોની દાદ મેળવી હતી. શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં વડી કચેરી દિલ્હીના ટેકિનકલ વિભાગના ડાયરેક્ટર કે.એલ. સિંહ, કલોલ યુનિટના હેડ સિનિયર જનરલ મેનેજર આઈ.જે. ઈનામદાર, શ્રીમતી ઈનામદાર, કલોલ એકમના મહાપ્રબંધક આર. બી. પીપલિયા, શ્રીમતી પીપલિયા, કલોલ યુનિયનના અધ્યક્ષ અજય પટેલ(ઈફકો કર્મચારી યુનિયનના સંયોજક), મહામંત્રી દિપેન ભટ્ટ, કલોલ  ઓફિસર્સ એકમના અધ્યક્ષ વિપિન અગ્રવાલ, મહામંત્રી આર.કે. ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું કંડલા પરિવાર વતી પી.વી. નારાયન સાથે શ્રીમતી નારાયન યુનિયન એસોસીએશનના એ.બી. પટેલ, એ.એચ. બારોટ, જી. કે. અમીન અને સુધીર ભટ્ટનાગરે સ્વાગત કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer