સિંધુપતિ મહારાજા ડાહિરસેનને શહીદ દિને અંજલિ અપાઇ

સિંધુપતિ મહારાજા ડાહિરસેનને શહીદ દિને અંજલિ અપાઇ
આદિપુર, તા. 23 : સિંધના છેલ્લા હિન્દુ રાજા ડાહિરસેનના 1307મા શહીદી દિને નગરની ગાંધી સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના ભારતીય હિન્દુ સભાના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં બંને નગરોના અનેક સામાજિક, રાજકીય તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો, મંત્રીઓ વગેરેએ ઉપસ્થિત રહીને પુષ્પાર્પણ દ્વારા સિંધના રાજાને શ્રદ્ધાંજલિ આપી હતી. ભા.સિં. સભાના પ્રમુખ પ્રેમ લાલવાણીએ ડાહિરસેનના ધર્મરક્ષા કાજે આપેલા બલિદાનને યાદ કર્યું હતું. તો એસ. વી. ગોપલાણીએ ડાહિરસેનના જીવનની આછેરી ઝલક વર્ણવી હતી. સપના રાયસિંઘાણીએ ભજન રજૂ કર્યા હતા. નગરના અનેક અગ્રણીઓ મનોહર બેલાણી, મોહન સાજનાણી, રાજકુમાર, અર્જુન જગેશિયા, પરમાનંદ ક્રિપાલાણી, પ્રો. દરિયાણી, મૈરી મંડળના કીરૂ ઇસરાણી, રુકમણી ગિયાનચંદાણી, હરેશ તુલસીદાસ, રમેશ ધનવાણી વગેરેએ ઉપસ્થિત રહીને ડાહિરસેનની તસવીર સમક્ષ પુષ્પાંજલિ આપી હતી. સંચાલન કમલેશ માયદાસાણી તથા આભારવિધિ સુરેશ નિહાલાણીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer