રાજકોટમાં અર્પિત શૈક્ષણિક સંકુલનો દબદબો

રાજકોટમાં અર્પિત શૈક્ષણિક સંકુલનો દબદબો
રાજકોટ, તા. 23 : મેડિકલ માટે અમદાવાદ જ્યારે શિક્ષણ માટે રાજકોટ ગુજરાત રાજ્યના હબ બની ચૂકયા છે. કચ્છમાંથી છેલ્લા દાયકામાં નોંધપાત્ર છાત્રો રાજકોટ અભ્યાસ કરી રહ્યા છે. સરહદી કચ્છમાં સારી ફેકલ્ટીના અભાવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થતી નથી. તેવામાં રાજકોટની સૌથી આવકાર્ય અર્પિત શૈક્ષણિક સંકુલે ચાલુ વર્ષથી ધો. 1થી 12ની શાળા શરૂ કરી છે. ગુજરાતી-અંગ્રેજી બંને માધ્યમ છે. અંગ્રેજી માધ્યમ કેન્દ્રિય અભ્યાસક્રમ (સી.બી.એસ.સી.) મુજબ છે. ઉચ્ચ ગુણવત્તા છતાં સેવા ભાવનાથી કામ કરનાર અર્પિત ઇન્ટરનેશનલ સ્કૂલ મધ્યમ વર્ગને પોષાય તેવી ફી સાથે શરૂ કરેલ ધો. 1થી 12ની શાળામાં સુરક્ષિત હોસ્ટેલની સુવિધા પણ છે. રાજકોટમાં નં. 1 માળખાકીય સુવિધા ધરાવતી આ શાળામાં હાલ સી.બી.એસ.ઇ. (અંગ્રેજી માધ્યમ) ધો 1થી 9, ગુજરાતી રાજ્ય બોર્ડ 1થી 12 સાયન્સ કોમર્સ પ્રવાહ ધરાવે છે. આમ ધો. 1થી સળંગ સુવિધા એક જ સંકુલમાં ઉપલબ્ધ હોય તેવું રાજકોટ-સૌરાષ્ટ્રનું આ પ્રથમ સંકુલ છે. કચ્છમિત્ર સાથે વાત કરતાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઇ સીણોજીયા કહે છે; અમારો હેતુ શિક્ષણનો વેપલો કરવાનો નથી. છાત્રોનું ભવિષ્ય વાલીઓની અપેક્ષા-આકાંક્ષા મુજબ ઘડવાનો છે. એટલે જ અર્પિત ઇન્ટરનેશનલ સંકુલે ઊંચી ઉડાન ભરી લીધી છે. સાયન્સ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત છાત્રો કારકીર્દી ક્ષેત્રે કામ કરી ચૂકયા છે. અહીં બી.એસ.સી. સુધીનું સચોટ શિક્ષણ અપાઇ રહ્યું છે. વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, અદ્યતન લેબ, કલાસરૂમ, સેમિનાર, લાયબ્રેરી, સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ સંકુલ, રમત ગમતના મેદાન, ઇ-બુક, કોમ્પ્યુટરના માધ્યમથી દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણ દૂરવર્તી શિક્ષણ ઉપલબ્ધ છે. આ સંસ્થાએ સૌરાષ્ટ્ર યુનિ. તથા જી.ટી.યુ.ની ઉજ્જવળ પરિણામની પરંપરા જાળવી  રાખી છે. ડિપ્લોમામાં છાત્રો માટે કેમ્પસ ઇન્ટરવ્યુ સેમિનાર યોજી જુદી જુદી કંપનીઓમાં નોકરીએ લગાડાય છે. અભ્યાસકાળ દરમ્યાન છાત્રોની તેજસ્વિતાનો નોકરીદાતાઓને પરિચય કરાવાય છે. રાજકોટથી તદ્ન નજીક મોરબી રસ્તે 16 એકરનું આ વિશાળ સંકુલ કચ્છીઓને વિવિધ સુવિધા સાથે આમંત્રે છે. વધુ વિગત માટે 95120 20401, 99796 00400નો સંપર્ક કરી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer