ભુજના પૂજારી દંપતીનું સંસ્થા દ્વારા સન્માન

ભુજના પૂજારી દંપતીનું સંસ્થા દ્વારા સન્માન
ભુજ, તા. 23 : અહીંની જનતાનગરીમાં સંતોષી મા, ક્ષેત્રપાળ અને ગાદીપતિ મહંત સ્વ. રામબા માતાજીના મંદિરની સેવા-પૂજા, ઉત્સવ ઉજવણીઓ, કથા-ભજન, કીર્તન, અતિથિઓ માટે અન્નક્ષેત્ર જેવી ધાર્મિક સેવા આપતા દંપતી ભક્ત મનજીભાઇ અને મણિબેનની 30 વર્ષની સેવાનું સન્માન કરાયું હતું. અહીં દર શુક્રવારે જુદા જુદા વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્રના કલાકારો ભજનની રસલ્હાણ પીરસે છે. ભક્તો સમૂહપ્રસાદ દાતાઓના સહકારથી યોજવામાં આવે છે. દાતા અને ભક્તોના સહકારથી બે ભાગવત, એક શિવ પુરાણ, એક દેવી ભાગવત, એક રામકથા આ મંદિરના ઉપક્રમે યોજાઇ છે. ઠંડા પાણીની સુવિધા વિ. ફંડફાળા કર્યા વગર લોકોને ભાવથી આપે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક મગનભાઈ ઠક્કરે સન્માન કર્યું ત્યારે ભજનીક પૂંજાભાઇ વણકર, નારણભાઇ ખોયલા, પેથાભાઇ થાવર, હંસરાજ ભાનુશાલી, ગઢવી પ્રેમજીભાઇ, દાનાભાઇ બારોટ, અલીભાઇ મીર, બુધારામ ભાનુશાલીએ ભજનની રમઝટ બોલાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer