ધોની-જાધવની ધીમી બેટિંગથી સચિન નારાજ

નવી દિલ્હી, તા. 23 : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અફઘાનિસ્તાન સામે વર્લ્ડકપની મેચમાં ભારતના મધ્ય હરોળની ધીમી બેટિંગ પર નારાજગી વ્યક્ત કરી છે. સચિને કહ્યું કે આ મેચમાં કેદાર જાધવ અને ધોની વચ્ચે જે ભાગીદારી થઇ તે ખૂબ જ ધીમી હતી. અફઘાન સામે ધોનીએ 52 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા. ભારતે આ મેચમાં 50 ઓવરમાં 4 વિકેટ 224 રન કર્યા હતા. આ પછી ભારતીય બોલર્સે અફઘાનિસ્તાનની ટીમને 49.5 ઓવરમાં 213 રને ઓલઆઉટ કરી દીધી અને 11 રનથી મેચ જીતી હતી. મેચ બાદ સચિને કહ્યું કે, મને થોડી નિરાશા થઈ, થોડું વધારે સારું થઇ શક્યું હોત. હું કેદાર અને ધોની વચ્ચે થયેલી પાર્ટનરશિપથી નિરાશ છું, જે પાર્ટનરશિપ બંને વચ્ચે થઈ તે ખૂબ ધીમી હતી. જાધવ અને ધોનીએ 5મી વિકેટ માટે 84 બોલમાં 57 રન બનાવ્યા. સચિને કહ્યું, વિરાટ કોહલીના 38મી ઓવરમાં આઉટ થયા બાદ 45મી ઓવર સુધી વધારે રન ન બની શક્યા. મિડલ ઓર્ડર બેટ્સમેનોને આ પહેલાં ટૂર્નામેન્ટમાં વધારે તક નથી મળી. તેમના પર દબાણ બન્યું પરંતુ મધ્યમક્રમના બેટ્સમેનો વધુ સારી ઇચ્છાશક્તિથી રમી શક્યા હોત. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer