માહીભાઈએ કહ્યંy, યોર્કર ફેંક અને હેટ્રિક મળી: શમી

સાઉથમ્પટન, તા. 23 : વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો બીજો ભારતીય બોલર બનનારો મોહમ્મદ શમી બન્યો છે. આ પહેલાં ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નાગપુરમાં હેટ્રિક લીધી હતી. શમીની હેટ્રિક વિશ્વકપમાં ઓવરઓલ 10મી બની છે. 40 રનમાં 4 વિકેટ લઇને અફઘાનિસ્તાન સામેની જીતનો ભારતીય હીરો બનનારા શમીએ મેચ બાદ જણાવ્યું કે, મારી યોજના સીધી-સરળ હતી. હું યોર્કર ફેંકવા માંગતો હતો. માહીભાઈએ (ધોની)એ પણ મને આમ જ કરવાનું કહ્યંy. તેમણે મને કહ્યંy કે કાંઇ જ બદલવાની જરૂર નથી, કારણ કે તારી પાસે હેટ્રિકનો શાનદાર મોકો છે. આ એક દુર્લભ અવસર છે. તારે એ જ કરવાની જરૂર છે. આથી મેં તે જ કર્યું જે કહેવામાં આવ્યું હતું તેમ શમીએ જણાવ્યું. ભુવનેશ્વરની ઇજાને લીધે શમીને ભારતીય ઇલેવનમાં તક મળી હતી. તેના પર શમીએ કહ્યંy મને કિસ્મતથી અંતિમ 11મા તક મળી. મને જ્યારે મોકો મળે છે ત્યારે તૈયાર રહું છું. મારે ફાયદો ઉઠાવવાની જરૂર હતી. જ્યાં સુધી હેટ્રિકની વાત છે તો એ કિસ્મતની વાત છે, ખાસ કરીને વર્લ્ડકપમાં. આ સફળતાથી ઘણો જ ખુશ છું. આખરી ઓવરમાં વધુ વિચારવાનો સમય ન હતો. આથી મેં બીજું વિચારવાના બદલે રણનીતિ અનુસાર આગળ વધવાનું નક્કી કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer