એફઆઈએચ હોકીમાં ભારતીય મહિલા ટીમ વિજેતા

હિરોશિમા તા.23: ભારતીય મહિલા હોકી ટીમે એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ હોકી ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આજે રમાયેલી ફાઇનલમાં યજમાન ટીમ અને એશિયન ચેમ્પિયન જાપાન સામે ભારતની મહિલા હોકી ટીમનો 3-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી ડ્રેગ ફિલ્કર ગુરજિત કૌરે બે અને કેપ્ટન રાની રામપાલે 1 ગોલ કર્યો હતો. મહિલા હોકી ટીમની જીતથી ભારતે એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સમાં ડબલ ટાઇટલ હાંસલ કર્યાં છે. આ પહેલાં ભારતીય પુરુષ હોકી ટીમ પણ એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં એશિયન ચેમ્પિયન જાપાન સામે ભારત તરફથી સુકાની રાની રામપાલે ત્રીજી મિનિટે જ ગોલ કરીને ભારતને આગળ કર્યું હતું. આ પછી જાપાન તરફથી કાનોન મોરીએ 11મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો.  રસાકસી બાદ  ડ્રેગ ફિલ્કર ગુરજિત કૌરે 4પ અને 60મી મિનિટે ગોલ કરીને ભારતને 3-1થી આગળ કરી દીધું હતું. ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચવાની સાથે 2020ના ઓલિમ્પિક કવોલીફાઇ રાઉન્ડની ટૂર્નામેન્ટમાં પણ સ્થાન પાકું કરી લીધું હતું. ભારતે સેમિ ફાઇનલમાં ચિલીને 4-2થી હાર આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer