શમી વિશ્વ કપમાં હેટ્રિક લેનારો ચેતન શર્મા પછીનો બીજો ભારતીય

સાઉથમ્પટન, તા. 23 : મોહમ્મદ શમી વિશ્વકપમાં હેટ્રિક લેનારો બીજો ભારતીય બોલર બન્યો છે. આ પહેલાં વિશ્વકપમાં જે બોલરોએ હેટ્રિક લીધી છે તેમના નામ આ મુજબ છે. ચેતન શર્મા (1987), સકલેન મુશ્તાક (1999), ચામિંડા વાસ (2003), બ્રેટ લી (2003), લાસિથ મલિંગા (2007), કેમાર રોચ (2011), લાસિથ મલિંગા (2011), સ્ટીવ ફિન (201પ), જેપી ડૂમિની (201પ). હવે આ સૂચિમાં મોહમ્મદ શમી સામેલ થયો છે. ભારત તરફથી ચેતન શર્મા અને મોહમ્મદ શમી ઉપરાંત કપિલ દેવે શ્રીલંકા સામે કોલકતામાં વન ડેમાં 1991માં, કુલદીપ યાદવે કોલકતામાં ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 2018માં,  હરભજનસિંઘે પણ કોલકતામાં જ 2001માં ટેસ્ટ ક્રિકેટમાં અને ઇરફાન પઠાણે કરાચીમાં પાકિસ્તાન સામે 200પમાં ટેસ્ટની પહેલી ઓવરમાં જ હેટ્રિક લીધી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer