ભુજની બજારમાં જૂન માસમાં જુલાઇની પેકિંગ તારીખ સાથેના મમરાનાં પેકેટથી ચિંતા

ભુજ, તા. 23 : સ્થાનિકે જ તૈયાર થતા અને બજારમાં વેચાતા મમરાનાં પેકેટ પર પાકિંગ કરાયાની તારીખ આવનારા મહિનાની છપાયેલી હોતાં જાગૃતો આશ્ચર્ય વ્યકત કરી ગ્રાહકો સાથે થતી છેતરાપિંડી અટકાવવા માંગ કરી હતી. અલબત્ત, આ મુદ્દે આધાર-પુરાવા સાથે ખોરાક-ઔષધ નિયમન તંત્રમાં ફરિયાદની પણ વિચારણા ચાલી રહી છે.  ભુજના એક જાગૃત નાગરિકે બજારમાંથી મમરાનું પેકેટ ખરીદ્યું  હતું જેમાં પાકિંગની તારીખ 7/19 દર્શાવેલી હોતાં ગ્રાહકોને છેતરાતા હોવાનું જણાવ્યું હતું. હજુ જૂન મહિનો ચાલી રહ્યો છે ત્યારે બજારમાં એ મમરાના પેકેટ પર જુલાઇ માસની તારીખ નખાયેલી હોતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનું પણ ઉમેર્યું હતું તેમજ  ગ્રાહકોને પણ સાવચેતી રાખવા અ5ાuલ કરી જવાબદાર તંત્ર પણ આવા વેપારીઓની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer