પત્રીમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ ખેલીને દબોચાયા

ભુજ, તા. 23 : મુંદરા તાલુકાના પત્રી ગામે ગામના સાલેમામદ હાસમ ઓઢેજાના વાડાની પાછળ ખુલ્લા પટમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ જણને પોલીસે દરોડો પાડીને પકડી પાડયા હતા. તહોમતદારો પાસેથી રૂા. 7500 રોકડા, છ મોબાઇલ ફોન તથા બે બાઇક મળી કુલ્લ રૂા. 73720ની માલમતા કબ્જે લઇ તેમની સામે ગુનો દાખલ કરાયો હતો.  પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં પત્રીના સાલેમામદ હાસમ ઓઢેજા, વાંકીના હાસમ ઇશાક કુંભાર અને અનવર જુશબ બાયડ તથા પત્રીના ચેતનગર હિરગર ગોંસાઇ, મનોજ ખીમજી મહેશ્વરી અને અમૃતલાલ દેવશી ધેડાને પકડાયા હતા. ગઇકાલે સાંજે આ દરોડો પડાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer