ભુજમાં ચોરાયેલી બે બાઇક વિશે પોલીસ ફરિયાદ નોંધાઇ

ભુજ, તા. 23 : શહેરમાં ચોરી થયેલી જુદીજુદી બે મોટર સાઇકલ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરાવાતા તપાસ આરંભાઇ છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ શહેરમાં સંસ્કાર નગર સ્થિત હંગામી બસ સ્ટેશન સંકુલમાં પાર્સલરૂમ પાસેથી ભુજના રિદ્ધિ-સિદ્ધિ નગરમાં રહેતા વિજય અતુલભાઈ જોશીની રૂા. 10 હજારની બાઇક ગત તા. 20મીના બપોરે ચોરી થઇ હતી. જ્યારે શહેરમાં જ જૂની રાવલવાડી સ્થિત આશાપુરા સોસાયટી ખાતેથી પૃથ્વીરાજ નાનુભા જાડેજાના ઘર પાસેથી તેમની રૂા. 25 હજારની બાઇક ગત તા. 4થીની રાત્રિ દરમ્યાન કોઇ   ચોરી ગયું હતું. પોલીસે બન્ને કેસની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer