કિડાણામાં દાઝી જનાર યુવાન પરિણીતાએ છેલ્લા શ્વાસ લીધા

ગાંધીધામ, તા. 23 : તાલુકાના કિડાણા ગામની ગાયત્રી સોસાયટીમાં દાઝી જતાં શબાના જુસબ મથડા (ઉ.વ. 20) નામની પરિણીતાએ અંતિમ શ્વાસ લીધા હતા. કિડાણાની ગાયત્રી સોસાયટીમાં રહેનાર શબાનાના એકાદ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. સંયુક્ત કુટુંબમાં રહેનાર આ પરિણીતા ગઇકાલે પોતાના ઘરે હતી. દરમ્યાન અકસ્માતે દાઝી જતાં તેને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં રાત્રે સારવાર દરમ્યાન આ પરિણીતાએ દમ તોડી દીધો હતો. આ બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer