ભુજમાં રખડતા ગૌધન સંભાળવા સંસ્થા તત્પર

ભુજ, તા. 23 : હાલ દુષ્કાળના કપરા કાળમાંથી પસાર થઇ રહેલા કચ્છના પશુધનને બચાવવા સરકાર સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના યોગદાન થકી ગૌધન અને પશુધનને બચાવવાની કામગીરી કરી રહી છે. ભુજ વિસ્તારમાં 21 વર્ષથી વિવિધ સેવાપ્રવૃત્તિ કરતી સંસ્થા અજરામર ટ્રસ્ટ જો સરકાર જમીન, પાણી સહિત માળખાંકીય સુવિધાઓ આપે તો રખડતા- ભટકતા પશુઓ ગૌવંશને સાચવવા અને નિભાવવાની જવાબદારી વહન કરવા તત્પર છે, તેવું સંસ્થાના મહામંત્રી મયૂર બોરીચાએ જણાવ્યું હતું. સંસ્થાના ચેરમેન ટ્રસ્ટી પ્રેમજીભાઇ ગડાએ જણાવ્યું હતું કે, ભારાપર ગામે સરકારી પડતર જમીન મળવા માંગ કરાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer