વાગડના વિવિધ ગામોમાં જરૂરતમંદ કુટુંબોને રાશનની કિટનું વિતરણ

ભચાઉ, તા. 23 : સંજરી યુવા વિકાસ ટ્રસ્ટ વાગડ દ્વારા સૈયદ હાજી મામદશા બાપુ પ્રમુખ?આલે રસુલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ?ટ્રસ્ટ-ખારોઇના માર્ગદર્શન હેઠળ જરૂરતમંદ ગરીબ પરિવારોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ સૈયદ કાસમશા બાપુની આગેવાનીમાં ખારોઇ, કણખોઇ, કડોલ, વણોઇ, કુડા, ભરૂડિયા, ગાયત્રીનગર, ભસવાવ, અમરાપર (ખડીર), ચોબારી, ભચાઉ, માય, મીઠી રોહર, રામવાવ વગેરે ગામોના જરૂરતમંદ પરિવારોને રાશનકિટ, કપડાં વગેરે વસ્તુઓનું વિતરણ થયું હતું. ટ્રસ્ટ દ્વારા રમજાન માસમાં ઇફ્તારીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી સન્માન થયું હતું. ટ્રસ્ટના યુવા પ્રમુખ સૈયદ કાસમશા બાપુએ ઇદની ખુશીમાં ગરીબ વર્ગના લોકોને સામેલ કરવા રાશનકિટનું વિતરણ?કરવામાં આવ્યું છે, તેવું જણાવી આગામી દિવસોમાં ટ્રસ્ટ દ્વારા શિક્ષણ?પ્રત્યે જાગૃતિના કાર્યક્રમો યોજી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના હેતુસર ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું કહ્યું હતું. જીવદયાના આ શુભ આશય સાથે ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. વાગડ વિસ્તારના 20 ગામો ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, માળિયા, મોરબી, વાંકાનેર, ગાંધીધામ, બાલીસણા, પાટણ વગેરે ગામોથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાશનકિટ વિતરણમાં સભ્યો તથા અન્ય લોકોનો આર્થિક સહયોગ મળ્યો હતો. સંસ્થાના પ્રમુખ?સૈયદ કાસમશા બાપુએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer