24થી 26 જૂન દરમ્યાન `ભારત ભાગ્યવિધાતા'' નાટકનું મંચન

ભુજ, તા. 23 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તેમના જીવનચરિત્ર પર આધારિત નાટક `ભારત ભાગ્યવિધાતા'ની વિવિધ સ્થળે રજૂઆત કરાશે. આ અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્ય અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઇની પ્રેરણાથી 55 જેટલા કલાકારો દ્વારા આ નાટકનું મંચન કરાશે. જેમાં ભારતની ઐતિહાસિક ઘટનાઓઁની ઝાંખી કરાશે. તા. 24ના રાત્રે 8 કલાકે ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ, મેડિકલ સાયન્સ ઓડિટોરિયમ ખાતે, યોજાનારા આ નાટક દરમ્યાન નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સેલંકી, કવીઓ મહાજનના અધ્યક્ષ તારાચંદભાઇ છેડા, અદાણી કોલેજના ડો. જ્ઞાનેશ્વર રાવ, કચ્છ યુનિ.ના કુલપતિ દર્શનાબેન ધોળકિયા, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, રોટરી પ્રમુખ પ્રફુલ્લ ઠક્કર અને યૂથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણી વગેરે ઉપસ્થિત રહેશે. નિ:શુલ્ક પાસ મેળવવા સર્વ સેવા સંઘ, કવીઓ જૈન મહાજન અને રોટરી હોલ ખાતે સંપર્ક કરવો જ્યારે તા. 25ના સાંજે 7.30 કલાકે બિદડાના શિશુમંદિર, શાળા ગ્રાઉન્ડ ખાતે તથા તા. 26ના રાત્રે 8 કલાકે સામખિયાળીમાં ગૌશાળાના ગ્રાઉન્ડમાં આ નાટકનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની નિ:શુલ્ક પાસ મેળવવા મો. 93222 75155નો સંપર્ક કરવો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer