ભણતર વગરના લોકોને ક્યાંક ઠોકર ખાવાનો વારો આવે છે

ભણતર વગરના લોકોને ક્યાંક ઠોકર ખાવાનો વારો આવે છે
મોટા રેહા, તા. 18 : અહીં મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોમાં સૈયદ જલાલશા બાપુ સિનુગ્રાવાળાએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સૌ વિદ્યાર્થીઓ માટે ભણતરની સાથે સાથે દીનની તાલીમ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું. એજ્યુકેશન પર ધ્યાન આપવા માટે વાલીઓને ટકોર પણ કરી હતી. મહેમાનોમાં ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા (પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ)એ જણાવ્યું કે ભણતર વગરનું જીવન વ્યર્થ હોવાથી ભણતર વગરના લોકોને આ દુનિયામાં ઠોકર ખાવાનો વારો આવે છે, જેથી શિક્ષણને પ્રાધ્યાન્ય આપી અને આગળ વધવાની સમજ આપી હતી. વિદ્યાર્થીઓને ખાસ સૂચન પણ આપ્યું હતું. સાથે સાથે ઇસ્લામના સિદ્ધાંત પર ચલાવા હાકલ કરી હતી. અબ્દુલભાઇ રાયમાએ પણ શિક્ષણ પર ભાર મૂક્યો હતો. મોટા રેહા ગામના લગભગ 40 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઇનામોરૂપી ભેટ-સોગાદ આપવામાં આવી હતી. તાહેરા લુહાર, અકશા લુહાર તેમજ તનશીકા થેબા દ્વારા શિક્ષણનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તેમ પણ સમજાવવામાં આવ્યું હતું. બાદમાં શોહેલ થેબાએ પણ શિક્ષણથી લઇને ટેકનોલોજી સુધીનું જ્ઞાન આપ્યું હતું. મોટા રેહા મુસ્લિમ જમાતના લોકોએ હાજરી આપી હતી. મજીદભાઇ પઠાણ, ઇકબાલ પઠાણ, ઇકબાલભાઇ લુહાર હાજર રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer