જામકુનરિયા ખાતે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારનું બહુમાન કરાયું

જામકુનરિયા ખાતે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારનું બહુમાન કરાયું
ખાવડા, તા. 18 : સરહદ પરના પચ્છમ વિસ્તારના છેવાડાના ગામ જામકુનરિયામાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા ઇદના દિવસે છેલ્લા ત્રણ વર્ષની પરંપરા મુજબ ધો. 10, 12, આઇટીઆઇ તથા વિવિધ ડિગ્રી પ્રાપ્ત તેમજ વિવિધ સરકારી વિભાગોમાં સેવારત યુવકોનું શાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરાયું હતું. આ ગામે પ્રાથમિક શાળા તથા સરકારી હાઇસ્કૂલમાં 100 ટકા હાજરી માટે વાલીઓએ ખાતરી આપી હતી. ગુણવત્તાલક્ષી શિક્ષણની ચકાસણી માટે દર વર્ષે એસ.એમ.સી. દ્વારા ઉત્સવ ઉજવાય છે. કોઇ પણ છાત્ર અધવચ્ચે અભ્યાસ મૂકી ન જાય તેની કાળજી રખાય છે. બહાર અભ્યાસ માટે જતા છાત્રો પૈકી નબળી આર્થિક સ્થિતિ માટે મદદ કરવા એસ.એમ.સી. અને ગ્રામજનો આગળ આવે છે. હાલમાં ભુજ સ્થિત શંભુલાલ મજેઠિયા અહીં અભ્યાસ કરીને મોનિટર રહ્યા હતા તેમનું પણ સન્માન કરાયું હતું. એસ.એમ.સી. અધ્યક્ષ જામ ભૂરાજીના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમનું જાલાનીવાસ એસએમસી અધ્યક્ષ ઉમર સમાએ સંચાલન કર્યું હતું. આભારવિધિ સભ્ય બીજલ ડુંગળિયાએ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer