ગાંધીધામમાં થરી માહેશ્વરી સમાજની નવી વાડીનું કરાયેલું ઉદ્ઘાટન

ગાંધીધામમાં થરી માહેશ્વરી સમાજની નવી વાડીનું કરાયેલું ઉદ્ઘાટન
ગાંધીધામ, તા. 18 : અહીંના થરી માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના આરંભે નવસંસ્કરણ પામેલી ભારતનગર ખાતેની સમાજવાડીમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. બાદમાં સાંજે ઝંડાચોક ખાતેથી રવાડીનું પણ આયોજન કરાયું હતું. શહેરની મુખ્ય બજાર ચાવલાચોક ખાતે ફરી ઝંડાચોક ખાતે રવાડી પૂરી થઈ હતી જેમાં સમાજના પરિવારો ઉમંગભેર જોડાયા હતા. સાંજે યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાસ્તરે શ્રેષ્ઠ દેખાવ કરનારાને પુરસ્કાર એનાયત કરાયા હતા તેમજ નર્સરીથી પી.જી. સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના પ્રમુખ ડો. હસમુખ કેલાએ પ્રાસંગિક  પ્રવચનમાં ભારત નગર ખાતેની સમાજવાડીના આધુનિક સુવિધાઓ સાથે કરાયેલા નવીનીકરણમાં અને આજના આયોજનમાં સહયોગ આપનારા દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. બાદમાં સમૂહપ્રસાદનું આયોજન કરાયું હતું. આ વેળાએ મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-2021 માટે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer