અંજારના જરૂરિયાતમંદ લોકોની ભૂખ સંતોષવાનો અનોખો પ્રયાસ

અંજારના જરૂરિયાતમંદ લોકોની ભૂખ સંતોષવાનો અનોખો પ્રયાસ
અંજાર, તા. 18 : અહીંની ભુજ મર્કન્ટાઇલ કો.-ઓપ. બેંકનો 25મા વર્ષમાં પ્રવેશ થતાં `િસલ્વર જ્યુબિલી વર્ષ'ની ઉજવણી કરાઇ હતી. શહેરના જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ના રહે તે હેતુ દાન આપી ટાઉનહોલ ખાતે ગ્રાહક સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે બેંકની વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. બેંકના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઇ મોરબિયા, વાઇસ ચેરમેન રશ્મિનભાઇ પંડયા, ડાયરેક્ટર તુલસી સુજાન, મહેશભાઇ સોરઠિયા, સુમિત ગોયલ અને ડી. એન. દ્વિવેદીના હસ્તે `ઝીરો હંગર મોમેન્ટ'ના કલ્પેશ આહુજા અને રિન્કુ પઢિયારને રૂા. 25000નો ચેક અર્પણ કરી જરૂરિયાતમંદો માટે સેવાની ગંગા વહાવી હતી. વર્ષ 2018-19ના વાર્ષિક પરિણામોની સરાહના કરીને બેંકની ગાંધીધામ બ્રાન્ચને બેસ્ટ બ્રાન્ચનો ચેરમેન શ્રી મોરબિયા દ્વારા તથા બેસ્ટ મેનેજર ઓફ ધી બેંકનો એવોર્ડ ગાંધીધામ શાખાના મેનેજર વિનિષા બિલંદાણીને એનાયત કરવામાં આવ્યો હતો. બેંકના મેનેજર પુરણ આહુજા, બ્રિજેશ પટેલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન સલાહકાર ડેની શાહે કર્યું હતું. બેંકના ગ્રાહકો અને સભાસદોના મનોરંજન હેતુ `બરફના ચહેરા'નો નાટક પ્રયોગ કરાયો હતો. ગાંધીધામના ગ્રાહકો ધવલ આચાર્ય, હાર્દિક શેઠ, નીલેશ માલસતર તેમજ અંજારના ગ્રાહકો રમણીકભાઇ ઠક્કર, નરેન્દ્રભાઇ આહીર, દીપક સોરઠિયાને બેસ્ટ કસ્ટમર એવોર્ડ અને સન્માનપત્રો અપાયા હતા. બેંકના જનરલ મેનેજર રીટાબેન શાહ, આસિ. જનરલ મેનેજર નરેન્દ્રભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ પંચોલી, રાજેશ ઠક્કર, અશોક મિશ્રા, બિરેન શુકલા, ચરનજીત પાંજરીવાલા, નિતેશ સોની, જનક ગોસ્વામી, વસંત મેપાણીએ સહયોગ આપ્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer