આદિપુરમાં શહેરી આરોગ્ય કેન્દ્રનો આરંભ

આદિપુરમાં શહેરી આરોગ્ય કેન્દ્રનો આરંભ
ગાંધીધામ,તા. 18: આદિપુરના શહેરી વિસ્તારમાં આરોગ્યની સુવિધા મળી રહે તે હેતુથી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય કેન્દ્રનો આરંભ કરાયો છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે વોર્ડ 4-બીમાં ધરમ બેકરી પાસે પ્લોટ નંબર 7 બ્લોક-એમાં આ આરોગ્ય કેન્દ્ર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. જેમાં આઉટ ડોર દર્દીઓ, ઈન્ડોર સુવિધા, ડિલિવરી, લેબોરેટરી, દવાઓ, કુટુંબ કલ્યાણ, ક્ષય રોગ, મેલેરીયા વગેરેની સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. સોમવારે તમામ રસીઓ આપવામાં આવશે. તેમજ મહિનામાં બે વખત ત્રીરોગ નિષ્ણાંત અને બાળરોગ નિષ્ણાંત તબીબોના કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. રોગ અટકાયતી આરોગ્ય શિક્ષણ અને અન્ય આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ હોવાનું ડો.સુતરિયાએ જણાવ્યું હતું. અર્બન ઓફિસર ડો.સીમા વિરમગામા, અશ્વિન સુથાર, વૈશાલી લક્કડ અને આરોગ્ય સ્ટાફની હાજરીમાં સોમવારે આદિપુરમાં બીજા અર્બન હેલ્થ સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતે. આ સુવિધાનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. આદિપુરમાં 17 વાળીની  સામે હેલ્થ સેન્ટર કાર્યરત છે ત્યારે બીજું સેન્ટર કાર્યરત કરાતાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહેશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer