ગાંધીધામમાં યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં ભુજની ટીમ વિજેતા

ગાંધીધામમાં યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં ભુજની ટીમ વિજેતા
ગાંધીધામ,તા. 18 : ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ કંડલા અને જાયન્ટસ ગ્રુપ ઓફ આદિપુર સહેલીના સંયુકત ઉપક્રમે તાજેતરમાં રાત્રિપ્રકાશ ક્રિકેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રોયલ ગ્રુપ આદિપુરની બે અને અમન એકેડમી ભુજની બે ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલમાં ભુજ અને આદિપુરની ટીમો વચ્ચે રસપ્રદ જંગ ખેલાયો હતો. જેમાં ભુજની ટીમ વિજેતા બની હતી. બીજા ગ્રુપમાં ડીપીટી ફાયર બ્રિગેડની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમોને મહેમાનોના હસ્તે ટ્રોફી  આપવામાં આવી હતી. તેમજ ભાગ લેનારા તમામ ખેલાડીઓને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડીપીટી સેક્રેટરી વેણુગોપાલ, ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન ટી.શ્રીનિવાસ, ચીફ ઈજનેર સુરેશ પાટિલ, ટ્રાફિક મેનેજર કૃપાસ્વામી, સુપ્રી.ઈજનેર એમ.એન.પરમાર, દિવ્યાબા જાડેજા, ગીતાબેન ગણાત્રા, તેજાભાઈ કાનગડ (નીલકંઠ ગ્રુપ), વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને પાર પાડવા આંતરરાષ્ટ્રીય કોચ હસ્મતખાનના માર્ગદર્શન હેઠળ યુનિયનના લલિત વરીયાણી, જીવરાજ મહેશ્વરી, દિવાનસિંહ જાડેજા, જયદીશ ગઢવી, અમિત ચૌધરી, લતીફ બાપડા, નરેન્દ્ર જોષી, ભગવાન રાયખોડ, જિયા સહાણી, પ્રિયાંશી ચૌહાણ, રિતુ ભાટિયા, રંજન ઠક્કર, પુષ્પા શેટ્ટી, જાયન્ટસ ગ્રુપના માધવી ચૈનાની, સોનિયા અચંતાણી, પ્રીતિ ગધાર વગેરે સહયોગી બન્યા હતાં. યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ માર્ગદર્શન આપ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer